મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં સંસ્કૃતિની રક્ષા માટે યોગદાન આપનારા આઠ જેટલા સાંસ્કૃતિક યોદ્ધાઓનું સન્માન કરશે.
આ માટે રાજ્ય સરકારે ‘સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન’ના સહયોગથી સુરતમાં સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારનું આયોજન કર્યું છે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, “ભારતીય સંસ્કૃતિનુ જતન એ ગુજરાતના સ્વભાવમાં વણાયેલું છે. આજના સમયમાં આપણી વિરાસતને જાળવવાની તથા સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનની તાતી જરૂર છે. આ દિશામાં ઉમદા કામગીરી કરી રહેલા લોકોને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે તે પણ જરૂરી છે.”
Site Admin | ડિસેમ્બર 22, 2024 8:25 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં સંસ્કૃતિની રક્ષા માટે યોગદાન આપનારા આઠ જેટલા સાંસ્કૃતિક યોદ્ધાઓનું સન્માન કરશે
