ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 8:57 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યાના નિવારણ માટેની વ્યવસ્થા જીલ્લા સ્તરે ઉભી કરવા અધિકારીઓને સલાહ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યાના નિવારણ માટેની વ્યવસ્થા જીલ્લા સ્તરે ઉભી કરવા અધિકારીઓને સલાહ આપી છે. ગાંધીનગરમાં ગઈકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીની યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે અધિકારીઓને લોકસંપર્ક વધારવા સ્થળ મુલાકાત લેવા પણ અધિકારીઓને અપીલ કરી હતી.
શ્રી પટેલે જણાવ્યું કે, સ્થળ મુલાકાતમાં લોકોની રજૂઆતો અને ફરિયાદો ધ્યાને આવે તેના નિવારણ માટેના ઉપાયો યોજવાની સાથે અધિકારીઓ અને કર્મચારીઓના વ્યવહાર વર્તનની પ્રતિક્રિયા મેળવી સુશાસનની દિશામાં વધુ સક્રિય થઈએ. તેમજ સામાન્ય નાગરિકોએ રજૂઆત માટે “સ્વાગત” કાર્યક્રમમાં આવવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને સલાહ આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ