મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી. ભાવનગરના પાલિતાણામાં આદિ વીર છ’રી પાલિત સંઘ કાર્યક્રમ ધર્મસભામાં સંબોધતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું.
શ્રી પટેલે જણાવ્યું કે, ભગવાન મહાવીરે વર્ષો પહેલા પર્યાવરણની જાળવણીની વાત કરી હતી. તેમણે પાણીને ઘી-ની જેમ ઉપયોગ કરવાની સલાહ આપી હતી. તે જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “કેચ ધ રેઈન” સંકલ્પ આપીને વરસાદના ટીપે-ટીપાં પાણીને જમીનમાં કેવી રીતે સંગ્રહ થાય તે અંગેનો ખ્યાલ આપ્યો છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આચાર્ય ભગવંતશ્રી વિજયરત્નચંદ્ર સૂરિશ્વરજી મહારાજ સાહેબ તથા આચાર્ય ભગવંતશ્રી ઉદયરત્ન સૂરિશ્વરજી મહારાજ સાહેબનું ગુરુપૂજન કર્યું હતું.