ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 7:22 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ ભવિષ્યના ક્ષેત્રોના વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ભવિષ્યના ક્ષેત્રોના વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુંબઇમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ આયોજિત વાર્ષિક સભામાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ આયોજિત આ ફોરમમાં સરદાર પટેલને ભાવાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીએ દેશની આઝાદી પછી અર્થવ્યવસ્થાને પારદર્શી અને આત્મનિર્ભર બનાવવામાં સરદાર સાહેબે આપેલા વિચારોનો આ તકે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, ગ્લોબલ ટેન્ડરીંગનો વિચાર ૧૦૦ વર્ષ પહેલા ૧૯૨૫માં સરદાર પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આપ્યો હતો.
એટલું જ નહિ સહકારિતાના વિઝન સાથે તેમણે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની પ્રેરણા આપીને દૂધ ઉત્પાદકોને શોષણથી બચાવી આત્મનિર્ભર બનાવ્યા. તેમના નેતૃત્વમાં પાછલા દશકમાં દેશની અર્થવ્યવસ્થાનું કદ લગભગ બમણું થઇ ગયુ છે અને ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે.
હવે તેમની વિઝનરી લીડરશીપમાં ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ દેશ ઝડપથી આગળ વધ્યો છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ