મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે આવશે. દરમિયાન તેઓ કળા બજાર, ખાદ્ય બજારની મુલાકાત લઈ સાંજે સફેદ રણને નિહાળશે. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ભારતીય ટપાલ વિભાગના “રણોત્સવ 2024-25” વિષયવસ્તુ પર આધારિત વિશેષ ટપાલ કવરનું વિમોચન કરાશે.
ઉપરાંત શ્રી પટેલ સફેદ રણના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થશે. આ મુલાકાત દરમિયાન પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા તેમની સાથે ઉપસ્થિત રહેશે.
Site Admin | ડિસેમ્બર 15, 2024 8:02 એ એમ (AM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે
