મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહના 7 હજાર 497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી આ કામોનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા કરશે.
અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 હજાર 180, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 હજાર 617 તથા પશ્ચિમ ઝોનમાં 2 હજાર 500 મળી કુલ 7 હજાર 497 સોસાયટીઓ દ્વારા વરસાદી પાણીના સંગ્રહના કામો માટે અરજીઓ મળેલી છે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 7:56 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહના 7 હજાર 497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી
