મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાના ૭૯૩ કરોડ ૪૫ લાખ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન ૧.૫ BHK ના ૧ હજાર ૧૦ આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ કરવામાં આવશે.
આ અંગે આજે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન અને સૂચના અપાઈ હતી
Site Admin | ડિસેમ્બર 12, 2024 6:13 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ