ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કર્યું હતું.. મુખ્યમંત્રીએ આ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઇને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના બે વર્ષની ઉજવણીના ભાગરૂપે નરોડામાં આ શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું.
કડિયાનાકે રોજગાર અને કોન્ટ્રાક્ટચ્યુલ લેબર વર્ક માટે એકઠા થતા શ્રમિકો માટે ભોજન અને રિફ્રેશમેન્ટ માટે આ કેન્દ્રનો આરંભ કરાયો છે.. અમદાવાદમાં કુલ ૧૧ સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ