ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 11, 2024 7:57 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,પ્રાચીન બંદર લોથલમાં નિર્માણ થનારું નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’નું દિશા દર્શન કરશે

પુરાતન બંદરગાહ લોથલમાં નિર્માણ થનારું રાષ્ટ્રીય મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ‘વિકાસ ભી, વિરાસત ભી’નું દિશા દર્શન કરશે, તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે જણાવ્યું હતું.
નવી દિલ્હીમાં ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024ના ઉદઘાટન સત્રમાં સંબોધન કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતે બંદર આધારિત વિકાસ દ્વારા દેશમાં સૌથી વધુ 38 ટકા કાર્ગો પરિવહન કર્યું છે. ઉપરાષ્ટ્પતિ દ્વારા ઉદઘાટન કર્યા બાદ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવામાં દરિયાઇ ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં બાદ મુખ્યમંત્રીએ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ