મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના ગોતા ખાતે શ્રી રાજપૂત વિદ્યાસભા-ગુજરાત દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત જોડાયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દરેક સમાજને સાથે લઈને આગળ વધીએ તો સામાજિક એકતા થકી રાજ્ય અને દેશને વિકાસના માર્ગે આગળ વધારી શકાય છે. રાજપૂત વિદ્યાસભા સંસ્થા શિક્ષણ, યુવા જાગૃતિ, સામાજિક ઉત્થાન, સ્ત્રી સશક્તીકરણ સહિતના વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહી છે. જ્યારે પણ સમાજો અને સામાજિક સંસ્થાઓ સમાજ સુધારણા અને સામાજિક જાગૃતિ માટે કાર્ય કરી રહી હોય, ત્યારે રાજ્ય સરકાર પણ સહયોગ માટે પ્રતિબદ્ધ રહે છે.
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ૧૯૬૪માં સ્થપાયેલી રાજપૂત વિદ્યાસભા સંસ્થા અનેક સામાજિક અને લોકજાગૃતિનાં કામો કરીને સામાજિક એકતા જાળવી રાખવા માટે મહત્વનું કાર્ય કરે છે.
Site Admin | ડિસેમ્બર 8, 2024 7:19 પી એમ(PM) | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ