મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આજે “સખી સંવાદ” યોજ્યો હતો.ગાંધીનગરના મહાત્મા મંદિર માં આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો
રાજ્યભરના ૨૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારીશક્તિને કુલ ૩૫૦ કરોડ રૂપિયાના લાભ વિતરણ કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગ્રામીણ નારીશક્તિ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
તેમણે કહ્યું હતું કે રાજ્યની મહિલાઓના અથાક પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ શક્તિને કારણે આજે મહિલાઓ આત્મનિર્ભર અને સક્ષમ બની છે. તેમણે કહ્યું હતુંકે મહિલા આર્થિક સ્વાવલંબન તરફ ગુજરાત અગ્રેસર છે.
આ કાર્યક્રમમા ઉપસ્થિત મહિલાઓએ પણ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો વર્ણવ્યાં હતાં.
સખી સંવાદમાં સહભાગી થયેલી ૩૩ જિલ્લાઓની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના સ્ટોલ્સ પણ આ “સખી સંવાદ” કાર્યક્રમ સ્થળે ઉભા કરાયા હતા.
Site Admin | જુલાઇ 31, 2024 3:27 પી એમ(PM) | મુખ્યમંત્રી