મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
પોરબંદર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં તાજેતરમાં પોરબંદર જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે થયેલા નુકશાન અને તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરાઈ હતી..
લોકોના પાક, જમીનને પ્રતિકૂળતા અને લોકોના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જવાથી થયેલી અસર બાબતે અધિકારીઓ સાથે બેઠક કરીને લેવાયેલા પગલાંની માહિતી મેળવી હતી.. તાત્કાલિક, સફાઇ, ભરાયેલા પાણીનો નિકાલ અને દવાના છંટકાવ જેવા મુદ્દાઓ ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 9, 2024 9:51 એ એમ (AM) | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ