ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 8:16 એ એમ (AM) | મહાકુંભ

printer

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગત તા. ૨૭ જાન્યુઆરીથી અમદાવાદ થી પ્રયાગરાજ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો..

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગત તા. ૨૭ જાન્યુઆરીથી અમદાવાદ થી પ્રયાગરાજ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજ્યના અન્ય શહેરોના શ્રદ્ધાળુઓની માંગને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા આજથી અમદાવાદ સહીત નવીન ૫ વોલ્વો બસો શરૂ કરવામાં આવશે. જેમાં અમદાવાથી વધુ એક, સુરતથી બે, વડોદરાથી એક અને રાજકોટથી એક બસનો સમાવેશ થાય છે.. આ વોલ્વો બસમાં એક સુપરવાઇઝર પણ ઉપલબ્ધ છે. આ અંગે એસ.ટી.વિભાગના નિયામક જે.બી.કરોતરાએ વધુ માહિતી આપી હતી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ