ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે બોરસદની 230.29 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે બોરસદની 230.29 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂર્હુત કર્યું.
મુખ્યમંત્રીએ બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત તથા આણંદ તાલુકામાં આરોગ્ય, માર્ગ – મકાન, શિક્ષણ સહિતના કુલ 91 વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમૂર્હુત કર્યું.
મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત વિશ્રામ ગૃહ અને નગરપાલિકા મુખ્ય દ્વારનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌને અનુરોધ કર્યો હતો.
આણંદ જિલ્લાની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં કામગીરી કરનાર 8 મહાનુભાવોનું સન્માન અને કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું હતું.
મુખ્યમંત્રીએ સુણાવ ગામની મુલાકાત લઈ નવનીત પટેલની પ્રતિમાનું અનાવરણ, નવનીત માર્ગનું લોકાર્પણ અને સુણાવના 200 વર્ષના ઇતિહાસને વર્ણવતા પુસ્તકનું વિમોચન કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ