મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યક્રમ અંતર્ગત યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ તક વિદ્યાર્થીઓ માટે તો લાભદાયી થશે જ સાથોસાથ સરકારને ભાવિ નીતિ-ઘડતર અને કાર્યક્રમ અમલીકરણ માટે તથા સમાજ જીવનમાં કરોડો લોકોને પણ ઉપયોગી નીવડશે.
આ પસંદ થયેલા યુવાનો સ્પીપામાં પ્રારંભિક તાલીમ પૂરી કરીને હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જનહિતકારી પ્રોજેક્ટ્સના અમલીકરણ, અભ્યાસ, ડેટા એનાલિસિસ અને ઈનોવેશન માટે કાર્યરત થયા છે.
રાજ્ય સરકારે આ કાર્યક્રમમાં મેનેજેન્ટ સંસ્થા આઈ.આઈ.એમ. અમદાવાદને શૈક્ષણિક ભાગીદાર તરીકે જોડી છે અને આઈ.આઈ.એમ. આ યુવાઓને તાલીમ માટે મેન્ટર તરીકે સેવાઓ આપે છે.