મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં HMP વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીનાં પગલાં પર ચર્ચા થઈ હતી. આરોગ્ય વિભાગે HMP વાયરસ અંગે તેનો અહેવાલ રજૂ કર્યો હતો.
બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન બાદ થયેલા વિરોધ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત, રાજ્ય વિધાનસભાના સત્ર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને કેટલાંક નીતિગત વિષયો પર ચર્ચા થઈ હતી.
Site Admin | જાન્યુઆરી 8, 2025 3:28 પી એમ(PM)