મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આંજણાધામ નિર્માણનું કાર્ય સમાજ શક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની પ્રેરણા આપનારું છે. ગાંધીનગર જિલ્લાના જમિયતપુરા ખાતે આંજણાધામનાં શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સંકુલ સમાજના યુવાનોનાં કારકિર્દી ઘડતરની સાથે સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું કાર્ય કરશે. તેમણે આંજણાધામને દેશપ્રેમના સંસ્કારોનું સિંચન કરવા માટેનું કેન્દ્ર ગણાવ્યું હતું.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સહિયારા પ્રયાસો દ્વારા રાષ્ટ્ર અને રાજ્યને પ્રગતિમય બનાવી શકશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આંજળાધામનાં નિર્માણમાં સહયોગ આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.