મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે આયોજીત ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. પ્રજાની સુખાકારી માટે તેમણે ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી, અને આશ્રમના મહંત શ્રી લાલ બાપુના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
મુખ્યમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારૂં મનોબળ વધુ મજબૂત બન્યું છે, અને સંતોના આશીર્વાદખી અમારો જન કલ્યાણનો સંકલ્પ વધુ મજબૂત બનશે.
ઉલ્લેખનીય છે કે આ મહોત્સવમાં ઉપલેટા શહેર અને તાલુકાના 52 ગામો અને બાજુના 63 મળી, કુલ 115 ગામો માટે જમણવારનું આયોજન કરાયું હતું.
Site Admin | ડિસેમ્બર 15, 2024 7:24 પી એમ(PM)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે આયોજીત ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા
