ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી 6 ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો પ્રારંભ થશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી 6 ડિસેમ્બરે બનાસકાંઠા જિલ્લામાં રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો પ્રારંભ થશે. બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ સંકુલમાં સવારે 9-૦૦ વાગ્યાથી રાજય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાશે. આ સાથે 6 અને 7 ડિસેમ્બર 2024 દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે પણ આ કૃષિ મહોત્સવનું આયોજન હાથ ધરાશે. બનાસકાંઠા જિલ્લામાં રાજય કક્ષાનો 1(એક) અને તાલુકા કક્ષાના 13 (તેર) કુલ મળીને 14 કાર્યક્રમ યોજાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેડૂતોને રવિ પાકોની ઋતુમાં પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ