મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અમારા ગાંધીનગરના પ્રતિનિધી દુર્ગેશ મહેતા જણાવે છે કે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં ટેકાના ભાવે ચાલી રહેલી જણસોની ખરીદી, ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ, ખ્યાતિ કાંડ બાદ ખાનગી હોસ્પિટલ માટેની માર્ગદર્શિકા, રેશનકાર્ડના kyc મુદ્દે લાગતી લાંબી કતારોના કારણો, ખેલ મહાકુંભના આયોજન અંગે અને કાયદો- વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | નવેમ્બર 27, 2024 7:23 પી એમ(PM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી
