ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચિંતન શિબિરમાં ઉચ્ચ સરકારી અધિકારીઓને અસરકારક ભૂમિકા નિભાવવા ટકોર કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટીતંત્રનાં તમામ ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી કે સરકારી તંત્રએ એવી ભૂમિકા ભજવવી જોઇએ કે ખોટું કરનારના મનમાં તંત્રની બીક રહે.
ગઈ કાલે સોમનાથમાં ચિંતન શિબિરના સમાપનમાં મુખ્યમંત્રીએ તાજેતરમાં બનેલા બનાવોને ધ્યાનમાં લઇને અધિકારીઓને જણાવ્યું હતું કે, સમાજમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે કોઈ પણ ઘટના બની ગયા પછી તેને તાત્કાલિક સુધારવાનો અને ભવિષ્યમાં એવી કોઈ ભૂલ ન થાય તેવો અભિગમ કેળવવો જોઇએ.
દરમિયાન રાજ્ય સરકારે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ લાવવા AI ટાસ્ક ફોર્સ- કૃત્રિમ બુધ્ધિમત્તા આધારિત કાર્યદળની રચના કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીએ ગઈકાલે તીર્થધામ સોમનાથ ખાતે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કર્યું હતું. તેમણે સરકારના અધિકારીઓને જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં AIનો ઉપયોગ સઘન બનાવવા અનુરોધ કર્યો હતો.
આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં રોજગારીની તકો ઊભી કરવી, ગ્રામીણ વિસ્તારોની આવકમાં વધારો કરવા સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સર્વગ્રાહી ચિંતન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સારા વહીવટ માટે કરાયેલી ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મુકવાનો મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ