મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઈના વર્સોવામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને તેનાથી સામાન્ય લોકોના જીવનમાં આવેલા બદલાવો અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ મેક ઇન ઇન્ડિયા, એક પેડ મા કે નામ, કેચ ધી રેન ઝુંબેશ વિશે વાત કરતા જણાવ્યું કે, આ યોજનાઓને સૌથી વધુ લાભ મહારાષ્ટ્રને મળ્યો છે.
મુખ્યમંત્રીએ આજે એક દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન વિવિધ ચૂંટણી સભાઓ સંબોધી હતી. તેમણએ બાન્દ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કર્યો હતો. જે બાદ તેઓ જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાત સમાજ દ્વારા આયોજીત જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા.