ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 11, 2024 7:24 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હિંમતનગરથી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હિંમત નગર ખાતેથી આજે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. આજથી શરૂ કરીને 90 દિવસ સુધી રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરી કરાશે. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવતી કૃષિ કલ્યાણની અનેક યોજનાઓ શરૂ કરાઈ છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં છેલ્લા 23 વર્ષોમાં ગુજરાતે કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. દરમિયાન પિયત વિસ્તાર 62 લાખ હેક્ટર થઈ ગયો છે. તેમજ કૃષિ ઉત્પાદન વર્ષ 2022-23માં 2.7 લાખ કરોડને પાર પહોંચ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ જળ, જમીનના સંરક્ષણ તેમજ રોગોથી બચાવવા પ્રાકૃતિક તરફ આગળ વધવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર વર્ષ 2024 – 25માં મગફળી માટે 6 હજાર, 783 રૂપિયા, મગ માટે 8 હજાર, 682 રૂપિયા, અડદ માટે 7 હજાર 400 રૂપિયા જ્યારે સોયાબિન માટે 4 હજાર, 892 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ