મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, જનભાગીદારીથી જળસંચયનો લક્ષ્ય હાંસલ કરવા માટે મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે સુરતમાં જળસંચય – જન ભાગીદારી – જન આંદોલનના મહા અભિયાન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં જળસંચય ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી થઈ હોવાનું
જણાવ્યું હતું.
ઇનડોર સ્ટેડિયમ સ્થિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ,રાજસ્થાન ના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો સૌથી મોટો લાભ રાજસ્થાનને થશે.
Site Admin | ઓક્ટોબર 13, 2024 7:33 પી એમ(PM)