ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 10:15 એ એમ (AM) | મુખ્યમંત્રી

printer

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં 123 કરોડ રૂપિયાનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું

કચ્છના માંડવી તાલુકાના મસ્કા ખાતે ગઇ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3૪.૫૬ કરોડ રૂપિયાના કુલ ૭ કામોનું ઈ-ખાતમુહૂર્ત તેમજ ૮૯.૨૧ કરોડ રૂપિયાનાં નવ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૧ર૩ કરોડ રૂપિયાથી વધુના કુલ ૧૬ વિકાસકામો પાણી પુરવઠા, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ, શિક્ષણ, મહેસુલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રનાં છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છમાં પ્રવાસનનો વિકાસ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. તેમણે જણાવ્યું કે, કચ્છમાં એશિયાના સૌથી મોટા હાઇબ્રિડ ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
દરમિયાન મુખ્યમંત્રીએ ચાડવા-રખાલ વિસ્તારમાં 10 કરોડ રૂપિયાનાં ખર્ચે હેણોતરો પ્રજનન અને સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે કચ્છના રાજવીઓએ વન સંપદાઓથી ભરપૂર સંરક્ષિત વિસ્તાર “ચાડવા રખાલ”ને ગુજરાત સરકારને હસ્તાંતરિત કર્યો હતો. ૫ હજાર હેક્ટર વિસ્તારને સરકારને હસ્તાંતરિત કરતા રાજકોટના રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, કચ્છના મહારાજા પ્રાગમલજી બીજાએ જીવસૃષ્ટિ પ્રત્યે સંવેદના દાખવીને વન સંપદાઓ તેમજ પશુ પક્ષીઓ ધરાવતા વિસ્તારને સંરક્ષિત કર્યો હતો.
શ્રી પટેલે માંડવી પાસે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની સ્મૃતિમાં બનાવવામાં આવેલા ક્રાંતિતીર્થના નવીનીકરણનું લોકાર્પણ કર્યું હતું. માંડવીમાં આયોજિત એક કાર્યક્રમમાં ઈતિહાસકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા લિખિત શ્યામજી કૃષ્ણવર્માના સંસ્મરણો સાથે જોડાયેલા ‘ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ઈન લંડન’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અગાઉ મુખ્યમંત્રીએ માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કરી વિશ્વ શાંતિ અને જન સુખાકારીની કામના કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ