મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વન પ્રાણી સપ્તાહની ઉજવણી પ્રસંગે કચ્છના ચાડવા – રખાલ વિસ્તારમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે હેણોતરો પ્રજનન અને સંરક્ષમ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી.
માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે આયોજીત સમારોહમાં આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી કચ્છ માટે 117 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પહેલા કચ્છ પહોંચેલા મુખ્યમંત્રીએ માતાના મઢે દર્શન કર્યા હતા.