ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 23, 2024 7:52 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ શ્રી પટેલે જિલ્લાના અધિકારો પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવવા બેઠક યોજી હતી.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદનું જોર આજે ઘટ્યું છે. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં એક મકાન ધરાશાયી થતાં બે થી ત્રણ લોકો દબાયા હોવાની આશંકાને પગલે એનડીઆરએફની ટીમે બચાવકાર્ય હાથ ધર્યું છે.
તાપી જિલ્લામાં વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઇ હતી. જિલ્લામાં સતત વરસાદી માહોલને કારણે વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાના કુલ 11 માર્ગ બંધ થયા હતા. ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં ગ્રામજનો ની સમસ્યા વધી.
સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં વરસાદને કારણે ચોમાસુ પાક ખાસ કરીને મગફળી, કપાસ સહિતના પાકોને થયેલ નુકસાની અને જમીન ધોવાણનો તાત્કાલિક સર્વે કરાવીને સહાય ચુકવવા તેમજ ઘરોમાં પાણી આવેલ પરીવારોને તાત્કાલિક કેશ ડોલ્સ ચુકવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા માંગ કરવામાં આવી.
સુરતમાં સરથાણા વિસ્તારની આદર્શ હોસ્ટેલમા ખાડીપુરના પાણી ભરાવાના કારણે 45 જેટલા વિદ્યાર્થીઓને ફાયર વિભાગ દ્વારા બોટની મદદ થી બચાવી લેવાયાં
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનો એક માર્ગ, કોઝ-વે પાણીમાં ગરકાવ થતાં ખાતળ ફાટકથી ઘોડી રોડ અવરોધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ લાંબા સમય બાદ વરસાદે હાજરી આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ