ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય ૭૫ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરાઈ

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય ૭૫ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું છે કે, ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી આ સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે ૧૩ હજાર ૯૮૨ ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઇ છે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહસ્થાન ઉભું કરવા માટે પ્રોત્સાહિત કરવા આ યોજના અમલમાં મૂકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછુ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના ૫૦ ટકા અથવા એક લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ