ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 30, 2024 4:21 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વધુ 16 ગૌશાળા-પાંજરાપોળના 26 હજારથી વધુ પશુઓ માટે 7.13 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વધુ 16 ગૌશાળા-પાંજરાપોળના 26 હજારથી વધુ પશુઓ માટે 7.13 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ છે. ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બેઠકમાં વર્ષ 2024-25ના પ્રથમ તબક્કા એટલે કે એપ્રિલ 2024થી જૂન 2024 માટે રાજ્યની વધુ 16 ગૌશાળા તેમજ પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા તેમજ પાંજરાપોળના અંદાજે 26 હજારથી વધુ પશુઓને તેનો લાભ થશે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 2024 -25ના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં કુલ 1491 ગૌશાળા- પાંજરાપોળના 4 લાખ 40 હજારથી વધુ પશુઓના નિભાવ માટે 120 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ