મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર મંત્રીમંડળે કેન્દ્રની યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)ના અમલીકરણને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજના 1 માર્ચ, 2024થી લાગુ કરવામાં આવશે.
રાજ્ય સરકારના અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનાં 13 લાખ 45 હજાર કર્મચારીઓ છે આમાંથી 8 લાખ 27 હજાર કર્મચારીઓને હાલમાં રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 26, 2024 3:30 પી એમ(PM) | મહારાષ્ટ્ર