ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 3, 2024 7:43 પી એમ(PM)

printer

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહીસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રૉજેક્ટનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહીસાગર અને ખેડા જિલ્લાના 581 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઈ-લિફ્ટ ઇરિગેશન પાઈપલાઈન પ્રૉજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.

આ ઉદવહન સિંચાઈ યોજના થકી ખેડાના કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર અને ઠાસરા તથા મહીસાગરમાં બાલાસિનોર તાલુકાના મળીને 125 ગામને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ તમામ ગામના 133 તળાવ તથા એક નદીમાં મહી નદીનું પાણી પહોંચાડીને 8 હજાર 100 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવાનો આ યોજનાનો હેતુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ