રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં પ્રથમ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ૩૧૮ કરોડ રૂપિયાથી વધુના લાભ-સહાય આપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી શૃખંલામાં ૧૨ લાખથી વધુ લાભાર્થીઓને ૪ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના લાભ-સહાય પહોંચાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડિસાથી આજે ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 7:21 પી એમ(PM) | મુખ્યમંત્રી