ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 10, 2024 7:55 પી એમ(PM)

printer

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી-વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે , પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણાં સૌની સંયુક્ત જવાબદારી છે. રાજ્યના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી હોવાનું તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ગીરમાં વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહઅસ્તિત્વથી વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે, જેના કારણે જ આજે પ્રતિવર્ષ સિંહોની વસતી વધી છે. આ પ્રસંગે સિંહ અંગે લખાયેલા પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
એશિયાઈ સિંહીનો વસવાટ ધરાવતા રાજ્યના સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ સહિત રાજયભરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ. તેમાં સિંહોના સંરક્ષણ અને જતન પ્રત્યેની જાગૃતિ કેળવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા.
ગીર સોમનાથના વેરાવળ તાલુકાના છાત્રોડામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં એક રેલી યોજવામાં આવી હતી. સોમનાથમાં સંસ્કૃત યુનિવર્સિટીમાં સિંહની વિશેષતા અને સંરક્ષણ વિશે વ્યાખ્યાન આપીને સિંહની મહત્તા અને તેની જાળવણી અંગેની સમજ આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના વિદ્યાર્થીઓએ સિંહના મ્હોરા પહેરીને સિંહોના રક્ષણ માટેના સંદેશો આપતી રેલી યોજી અને સિંહના સંરક્ષણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
પોરબંદરના બરડા જંગલમાં જ્યાં 20 હેક્ટર જમીનમાં 5 સિંહ વસવાટ કરે છે ત્યાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી.
ભાવનગર શહેરમાં વન વિભાગ, વિવિધ સંગઠનોએ મહા રેલી યોજી સિંહના રક્ષણ અને પર્યાવરણના જતન અંગે લોકજાગૃતિના પ્રયાસો હાથ ધર્યા હતા.
એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્કમાં પણ સિંહ દિવસની ઉજવણી કરાઇ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ