મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફૉર્મેશન – GRITની સંચાલન સંસ્થાની પ્રથમ બેઠક ગઈકાલે ગાંધીનગરમાં યોજાઈ ગઈ. બેઠકમાં GRITની વિસ્તૃત કાર્યક્ષેત્ર અને વ્યવસ્થાઓ અંગે વિચાર-પરામર્શ કરાયો હતો. તેમજ GRITનાં નવનિયુક્ત મુખ્ય કાર્યકારી અધિકારી- CEO એસ. અપર્ણાએ GRITની અત્યાર સુધીની પ્રારંભિક કાર્યવાહીના લક્ષ્યાંકોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું.
બેઠક દરમિયાન IIM અમદાવાદ અને GRIT વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા. રાજ્ય સરકારના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ, યોજનાઓમાં IIM અમદાવાદના જ્ઞાન કૌશલ્યની તજજ્ઞતા અને નેટવર્કનો લાભ મેળવવાનો આ કરારનો ઉદેશ્ય છે.
ઉલ્લેખનીય છે કે, GRIT એ રાજ્ય સરકારની થિન્ક ટેન્ક અને ઇનોવેશન હબ તરીકે કાર્ય કરવાની સાથે રાજ્ય સરકારે નિમેલું કાર્યદળ સમિતિની ભલામણોના અમલ માટે વિવિધ વિભાગો સાથે સંકલન અને પરામર્શમાં રહીને કાર્યયોજના ઘડે તે અંગે વિસ્તૃત ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 10, 2024 10:01 એ એમ (AM) | મુખ્યમંત્રી
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં GRIT અને IIM અમદાવાદ વચ્ચે સમજૂતી કરાર થયા.
