મંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી વર્ચ્યૂઅલ માધ્યમથી કચ્છના ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો પ્રારંભ કરાવ્યો છે. ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અમેરિકાનીકંપની ‘પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ’ દ્વારા તૈયાર કરાયેલી આ અવકાશી વેધશાળામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ સૌથી મોટું CDK-24 ટેલિસ્કોપ શરૂ કરાયું છે.(બાઈટઃ ભૂપેન્દ્રપટેલ, મુખ્યમંત્રી) ગાંધીનગરમાં સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મારી યોજના,સ્વાગતના બીજા તબક્કા ઑટો એસ્કૅલેશન મેટ્રિક્સ, સ્વાગત મૉબાઈલ એપ્લિકેશન, ભારત નેટના બીજા તબક્કા, આઈ-ગૉટ પૉર્ટલમાં સ્ટેટ પૅજ, જનસેવા કેન્દ્ર,ડ્રૉન પાઈલૉટ ટ્રેનિંગ, કનેક્ટ ગુજરાત જેવી પહેલોનો પ્રારંભ કરાવ્યો છે. દરમિયાન રાજ્યની વિવિધ સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરાર પણ કરાયા હતા. જ્યારે “સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા વિભાગો અને વડી કચેરીઓનું પણ મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું.ઉપરાંત ગાંધીનગરમાં પંડિત દિનદયાળ ઊર્જા વિશ્વ વિદ્યાલય ખાતે શરૂ કરાયેલા સેમિ-કન્ડક્ટર તાલીમ કેન્દ્રમાં આગામી પાંચ વર્ષમાં એક હજાર યુવાનોને સેમિ-કન્ડક્ટર ક્ષેત્રની તાલીમ અપાશે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 7:27 પી એમ(PM) | અવકાશી વેધશાળા