મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 માટે નવા ફિલ્ડિંગ કોચ તરીકે કાર્લ હોપકિન્સનની નિમણૂંક કરી છે. હોપકિન્સને જેમ્સ પેમેન્ટનું સ્થાન લીધું છે, જેઓ સાત વર્ષ સુધી MIના ફિલ્ડિંગ કોચ હતા. હોપકિન્સને તાજેતરમાં ઈંગ્લેન્ડની ટીમ માટેના તેમના લાંબા સમયના ફિલ્ડિંગ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, હોપકિન્સને 2019માં ઈંગ્લેન્ડને એક દિવસીય વિશ્વકપ અને નવેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપના વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. વર્ષ 2022માં આંતર રાષ્ટ્રીય અંડર 19 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમ માટે મુખ્ય ફિલ્ડિંગ કોચ પણ રહી ચૂક્યા છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:53 પી એમ(PM)