ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 23, 2024 3:30 પી એમ(PM) | બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ

printer

મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે પશ્ચિમ રેલવે વડોદરાની બાજવા-છાયાપુરી તાર લાઈન પર 60 મીટર લંબાઈના સ્ટીલના બ્રિજનું લોકાર્પણ કરાયું

મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે પશ્ચિમ રેલવે વડોદરાની બાજવા-છાયાપુરી તાર લાઈન પર 60 મીટર લંબાઈના સ્ટીલના બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે વડોદરા વિભાગ પર બનેલા 60 મીટર લાંબા “મેક ઇન ઇન્ડિયા” સ્ટીલ બ્રિજનું નિર્માણ ભચાઉની કાર્યશાળામાં કરાયું છે. સો વર્ષના આયુષ્ય માટે તૈયાર કરાયેલા આ બ્રિજનંમ કામચલાઉ માળખા પર જમીનથી 23.5 મીટરની ઊંચાઈએ એસેમ્બલ કરાયો હતો.
જાપાનની કુશળતાનો ઉપયોગ કરીને ભારત “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ માળખાગત સુવિધાનું નિર્માણ કરવા માટે તેના પોતાના તકનિકી અને ભૌતિક સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો સ્ટીલનો પુલ આ પ્રયાસનું એક મોટું ઉદાહરણ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ