મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે વલસાડ જિલ્લાની કોલાક નદી પર પુલ નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુલની લંબાઈ 160 મીટર અને થાંભલાની ઊંચાઈ 14 મીટરથી 23 મીટર સુધીની છે. આ પુલ વાપી અને બિલીમોરા બૂલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. આ બે સ્ટેશન વચ્ચે ઔરંગા અને પાર નદી પર પુલ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ નદી વાલ્વેરી નજીક સાપુતારાની ટેકરીઓમાંથી નીકળે છે અને અરબી સમુદ્રમાં મળે છે. કોલાક નદી વાપી બૂલેટ ટ્રેન સ્ટેશનથી સાત કિલોમીટર અને બિલીમોરા બૂલેટ ટ્રેન સ્ટેશનથી 43 કિલોમીટર દૂર છે.
Site Admin | જુલાઇ 16, 2024 3:59 પી એમ(PM) | બૂલેટ ટ્રેન
મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે વલસાડ જિલ્લાની કોલાક નદી પર પુલ નિર્માણનું કાર્ય પૂર્ણ
