ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 7:28 પી એમ(PM)

printer

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. વલસાડના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં આ ધોરીમાર્ગને પાર કરવા 210 મીટર લાંબા કોંક્રીટ પુલનું બાંધકામ બીજી જાન્યુઆરી, 2025ના રોજ પૂર્ણ થયું હતું. આ પુલ સંતુલિત કેન્ટીલીવર પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન મથક વચ્ચે નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48ને પાર કરતા બે PSC  બ્રિજ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા છે. જેની લંબાઈ અનુક્રમે 260 મીટર અને 210 મીટર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ