મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે.વલસાડના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં નેશનલ હાઈવે-48ને પાર કરવા માટે 210 મીટર લાંબા પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલનું બાંધકામ બીજી જાન્યુઆરી, 2025ના રોજ પૂર્ણ થયું હતું. આ પુલ 72 પ્રીકાસ્ટ સેગમેન્ટનો સમાવેશ કરે છે આ પુલ સંતુલિત કેન્ટીલીવર પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે મોટા સ્પાન્સ માટે યોગ્ય છે.સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગ 48ને પાર કરતા બે PSC બ્રિજ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા છે. જેની લંબાઈ અનુક્રમે 260 મીટર અને 210 મીટર છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 6:50 પી એમ(PM)