ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2024 7:33 પી એમ(PM) | #Akashvani AkashvaniNews

printer

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થશે. ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનર્મદા નદી પર 1.4 કિલોમીટર લાંબો પુલ સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નિર્માણાધીન છે. આ પ્રોજેક્ટના ગુજરાતહિસ્સાનો આ સૌથી લાંબો નદીનો પુલ છે.નર્મદા એચએસઆર પુલમાં ૨૫ નંગ વેલફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. 5 નંગ વેલ 70 મીટરથી વધુ ઊંડા છે અને નર્મદા નદીમાં સૌથી ઊંડો વેલ ફાઉન્ડેશન 77.11 મીટર છે, અને નદીમાં અન્ય વેલના પાયાઓની ઊંડાઈ આશરે 60 મીટર છે. 4 નંગ વેલ ફાઉન્ડેશન્સ કુતુબ મિનારની ઊંધીઊંચાઈને વટાવી જશે, જે ભારતના સૌથી ઊંચા બાંધકામોમાંનું એક છે. આ પુલના 25 વેલમાંથી 19 ફાઉન્ડેશન પૂર્ણ થયા છે. સુપરસ્ટ્રક્ચરનાનિર્માણનું કામ પણ શરૂ થઈ ગયું છે. આપુલ માટે  25 ગોળાકાર થાંભલા એનેન તેની ઊંચાઈ 14 મીટર થી 18 મીટર છે.. આ પ્રોજેક્ટમાં કુલ 24 નદી પુલ છે, જેમાંથી 20 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતના 20 પુલ પૈકી દસ નદીઓ પર કાર્ય પૂર્ણ થયું છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ