દરમિયાન મુંબઈ અને તેના ઉપનગરિય વિસ્તારોમાં આજ સવારથી જ
અવિરત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા
ટ્રાફિકની ગતિ ધીમી પડી છે. ઉપનગરીય ટ્રેનો રાબેતા મુજબ ચાલી રહી છે.
દરમિયાન, હવામાન વિભાગે સતારા જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ
એલર્ટ આપ્યું છે. આ સાથે મુંબઈ ઉપનગરીય અને થાણે જિલ્લાઓ માટે ભારે
વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જ્યારે રાયગઢ, પુણે, રત્નાગીરી અને કોલ્હાપુર
જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.