મુંબઈમાં ન્યુઝીલેન્ડ સાથેની ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારત તેની પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટે 86 રનથી રમત શરૂ કરશે. ગઈકાલે રમતના અંત સુધીમાં શુભમન ગિલ 31 રન અને રિષભ પંત એક રન સાથે રમતમાં હતા.
આ અગાઉ ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડ 235 રનમાં ઓલઆઉટ થયું હતું. રવિન્દ્ર જાડેજાએ પાંચ અને વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં બે-શૂન્યથી આગળ છે.
Site Admin | નવેમ્બર 2, 2024 9:41 એ એમ (AM)