મુંબઈની વેસ્ટર્ન લાઇનનો ઉપયોગ કરતા મુસાફરોને 27-28 ઑગસ્ટની મધ્યરાત્રિથી શરૂ થતા 35-દિવસના ટ્રાફિક બ્લોક માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગોરેગાંવ અને કાંદીવલિ વચ્ચે છઠ્ઠી લાઇન લંબાવવાનાં મોટા પ્રોજેક્ટનાં ભાગ રૂપે આ વિક્ષેપ સર્જાઈ રહ્યો છે. આને કારણે ટ્રેન સેવાઓ ખોરવાઇ જવાની સંભાવના છે.
આ 35 દિવસના સમયગાળામાં પાંચમા, 12મા., 16મા, 23મા અને 30મા દિવસે પાંચ મોટા 10 કલાકના બ્લોક્સ હશે, જે મોટા ભાગે શનિવાર-રવિવારે રાત્રે 10 કલાકે શરૂ થશે. આ દિવસોમાં આશરે 140 સબઅર્બન ટ્રેનો રદ થશે અને 50 સેવાઓ ટૂંકાવવામાં આવશે. 11થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવ તહેવારમાં કોઈ બ્લોક રહેશે નહીં.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:20 એ એમ (AM)