મુંબઇની વડી અદાલતે થાણેના બદલાપુર ખાતેની શાળામાં બે બાલિકાઓ સાથેના જાતીય સતામણીના કેસની તપાસમાં પોલીસ દ્વારા થયેલી ત્રુટીઓ માટે મહારાષ્ટ્ર પોલીસને ઠપકો આપ્યો છે. વડી અદાલતના ન્યાયાધિશ રેવતી ડેરે અને પૃથ્વીરાજ ચૌહાણની ખંડપીઠે સંબંધિત ગુનાની જાણકારી આપવામાં શાળાના સત્તાવાળાઓ નિષ્ફળ રહ્યા હોવાનું અવલોકન કર્યું હતું. અને આ અંગે શાળાના સત્તાવાળાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ વહીવટીતંત્રને આપ્યો હતો. આ ઉપરાંત વડી અદાલતે આ કેસને લગતા તમામ દસ્તાવેજો અને ફાઇલો અદાલતમાં રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
અદાલતે કેસની નોંધણીમાં થયેલા વિલંબ અંગે પ્રશ્ન ઉભો કરીને જણાવ્યું હતું કે, આ પ્રકારનો વિલંબ પોલીસોનો સંપર્ક સાધનાર લોકોનો ઉત્સાહ ભંગ કરી શકે છે.
વડી અદાલત આ કેસની હવે પછીની સુનાવણી 29મી ઓગષ્ટે હાથ ધરશે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 7:53 પી એમ(PM)
મુંબઇની વડી અદાલતે થાણેના બદલાપુર ખાતેની શાળામાં બે બાલિકાઓ સાથેના જાતીય સતામણીના કેસની તપાસમાં પોલીસને ઠપકો આપ્યો
