મુંદરા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઈ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો હતો. મુંદરા કસ્ટમ વિભાગની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની ગુપ્ત બાતમી પરથી સક્રિય બનેલી કસ્ટમ અધિકારીની ટીમે 68 લાખ ગોળીનો આંતરરાષ્ટ્રીય બજારમાં 110 કરોડ રૂપિયાની કિંમતનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ જંગી જથ્થો જપ્ત કરીને કસ્ટમ અધિકારીઓએ રાજકોટ, ગાંધીનગર તેમજ ગાંધીધામ સુધી તપાસ લંબાવી હતી.
Site Admin | જુલાઇ 29, 2024 10:59 એ એમ (AM) | Gujarat | newsupdate | Rajkot | topnews