ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 2, 2025 6:06 પી એમ(PM)

printer

મિઝોરમમાં આજે મુખ્યમંત્રી લાલદુહોમાએ આઈઝોલમાં વિદાય લેતા રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઔપચારિક વિદાય આપી હતી

મિઝોરમમાં આજે મુખ્યમંત્રી લાલદુહોમાએ આઈઝોલમાં વિદાય લેતા રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઔપચારિક વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે, તેમને ઓડિશાના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ડો. કંભમપતિએ લગભગ ત્રણ વર્ષ અને પાંચ મહિના સુધી મિઝોરમના રાજ્યપાલ  તરીકે સેવા આપી હતી. તેમણે 21 જુલાઈ, 2021 ના રોજ મિઝોરમના 22મા રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. 
ડો. કંભમપતિએ તેના કાર્યકાળ દરમિયાન મિઝોરમના લોકો તરફથી મળેલા પ્રેમ અને આદર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલ તરીકેના તેમના અનુભવોને યાદ કરતાં તેમણે રાજ્ય વિધાનસભાના રચનાત્મક વાતાવરણ અને શાંતિપૂર્ણ ચૂંટણી અભિયાનની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ડો. કંભમપતિએ મિઝોરમ પ્રત્યે ઊંડો પ્રેમ વ્યક્ત કરી રાજ્યના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. 
નિવૃત જનરલ વિજય કુમાર સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેઓ 9 જાન્યુઆરીએ 23માં રાજ્યપાલ તરીકે શપથ લે તેવી સંભાવના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ