માહિતી અને પ્રસારણ મંત્રી ડોક્ટર એલ મુરુગને મંત્રાલયનાં તમામ કર્મચારીઓ માટે ઓનલાઇન લર્નિંગ સરળ બનાવવા iGOT લેબ સ્થાપવા મંત્રાલયને નિર્દેશ આપ્યો છે. મંત્રાલયનાં વાર્ષિક ક્ષમતા નિર્માણ કેલેન્ડર અને iGOT પોર્ટલ પર કર્મચારીઓની નોંધણીની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષાને પગલે ઉપરોક્ત પહેલ શરૂ કરવામાં આવી છે.ડોક્ટર મુરુગને 19મી ઓક્ટોબર સુધીમાં મંત્રાલયનાં તમામ કર્મચારીઓને iGOT પોર્ટલ પર નોંધણી કરાવવા નિર્દેશ આપ્યો હતો. મંત્રાલયે કર્મચારીઓની વ્યાવસાયિક કુશળતા વધારવા બજેટ મેનેજમેન્ટ, ટીમ બિલ્ડીંગ સહિતનાં 16 અભ્યાસક્રમોની પસંદગીની ભલામણ કરી છે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 7:22 પી એમ(PM)
માહિતી અને પ્રસારણ મંત્રી ડોક્ટર એલ મુરુગને મંત્રાલયનાં તમામ કર્મચારીઓ માટે ઓનલાઇન લર્નિંગ સરળ બનાવવા iGOT લેબ સ્થાપવા મંત્રાલયને નિર્દેશ આપ્યો
