માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, વિશાળ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા ભારતીય સિનેમાએ દેશમાં એકતાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
એક લેખમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું છે કે, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને મજબૂત કરવામાં સિનેમા શક્તિશાળી માધ્યમ રહ્યું છે.દંતકથા સમાન ફિલ્મકાર સત્યજીત રેને ટાંકતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ભારતીય સિનેમા પ્રાદેશિક અને ભાષાકીય સરહદોને પાર કરીને સહિયારી લાગણીઓ અને અનુભવોને રજૂ કરે છે. તેમણે જણાવ્યું કે, રાજ કપુરની શ્રી 420થી માંડીને મણીરત્નમની રોજા સુધીની ભારતીય ફિલ્મોએ દેશભરનાં લોકોનાં હૃદયને સ્પર્શ કર્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી સહિતની સંસ્થાઓ સ્થાપવાનો હેતુ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જવાનો છે એમ તેમણે જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 10, 2024 2:57 પી એમ(PM) | કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે