માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં 2025 માટે ભારત સરકારના કેલેન્ડરનું અનાવરણ કર્યું હતું.સરકારે તેના 2025 કેલેન્ડર માટે જનભાગીદારી સે જનકલ્યાણને કેન્દ્રીય થીમ તરીકે પસંદ કરી છે, રેલ ભવન ખાતે કેલેન્ડરનું અનાવરણ કરતાં, શ્રી વૈષ્ણવે ગરીબોના કલ્યાણમાં સુધારો કરવા, મહિલાઓને સશક્તિકરણ કરવા અને સમગ્ર દેશમાં માળખાગત વિકાસને આગળ વધારવામાંની થયેલી કામગીરીને વર્ણવી હતી. માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ.એલ. મુરુગન, માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુ, પીઆઈબીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ધીરેન્દ્ર ઓઝા અને સેન્ટ્રલ બ્યુરો ઑફ કોમ્યુનિકેશનના ડિરેક્ટર જનરલ યોગેશ બાવેજા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
Site Admin | જાન્યુઆરી 7, 2025 7:47 પી એમ(PM)